[Article 1129]અમેરિકાથી ભારત પરત ફર્યા PM મોદી: દિલ્હી એરપોર્ટ પર કરાયું સ્વાગત

અમેરિકાથી ભારત પરત ફર્યા PM મોદી: દિલ્હી એરપોર્ટ પર કરાયું સ્વાગત

દેશ આવવા રવાના, પાઠવ્યું ઓબામા પરિવારને ભારત આવવા નિમંત્રણ

વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે વ્હાઈટ હાઉસ યોજાયેલી શીખર વાર્તા સમાપ્ત થઈ ગઈ છે. બન્ને નેતાઓ વચ્ચે પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ જેવા કે સંરક્ષણ, સુરક્ષા, વેપાર તેમજ ઈસ્લામિક સ્ટેટના ખતરાને લઈને પશ્ચિમ એશિયાની પરિસ્થિતી અંગે ચર્ચા કરાઈ હતી. બેઠક દરમિયાન આતંકવાદ ટોચના મુદ્દા તરીકે ચર્ચાયો છે. એવી જાણકારી પણ મળી રહી છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતે અમેરિકાની મદદ માગી છે.

આતંકવાદથી લડવાના ભારતના અનુભવ અંગે પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળે છે. બન્ને રાષ્ટ્રોના નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન પણ બહાર પડાયું હતું.  કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બન્ને નેતાઓએ માર્ટિન લ્યૂથર કિંગ મેમોરિયલની મુલાકાત લીધી હતી. જ્યાં બન્ને નેતાએ રંગભેદની નીતિ વિરૂદ્ધના મહાન લડવૈયા માર્ટિન લ્યૂથર કિંગને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદીએ ઓબામા અને તેમના પરિવારને ભારતની મુલાકાતનું નિમંત્રણ પાઠવ્યું હતું. સાથે જ તેમણે અમેરિકા અને અમેરિકામાં વસતા ભારતીય સમુદાયનો તેમના ઉમળકાભેર કરાયેલા સ્વાગત બદલ આભાર માન્યો હતો.

PM મોદી USથી ભારત આવવા પરત ફર્યા: કહ્યું, થેન્ક્યુ USA

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની અમેરિકાની યાત્રા પૂર્ણ કરીને ભારત આવવા પરત ફર્યા છે. અમેરિકાથી ભારત નિકળતાં પહેલાં નેરન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘થેન્ક્યુ યુએસએ’. નરેન્દ્ર મોદીની આ યાત્રા સફળ રહી છે, તેવું જાણવા મળ્યું છે.

મોદીનો અમેરિકામાં છેલ્લો દિવસ: ઓબામા સાથે દોઢ કલાકની વાત, અનેક વાયદા

1 વેપાર: બન્ને દેશ વેપાર વધુ વધારવા માટે રાજી. સર્વિસ ક્ષેત્રમાં વધુ છૂટની મોદીની માગ. અમેિરકી કંપનીને ભારતમાં સરળ વેપારની ખાતરી આપી.
2 સંરક્ષણ : સંરક્ષણ સમજૂતીની મુદત 10 વર્ષ વધારવામાં આવી. મોદીએ સંરક્ષણ ક્ષેત્રની અમેરિકી કંપનીઓને ભારત આવીને રોકાણ કરવા નિમંત્રણ.
3 ત્રાસવાદ : પાક ત્રાસવાદનો ઉલ્લેખ નહીં. પશ્ચિમ એશિયા અને અફઘાનિસ્તાનમાં વધેલા ત્રાસવાદી ખતરાનો સામનો કરવા માટે સહયોગ વધારશે.
4 ડબલ્યુટીઓ : મોદીનો ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટને ટેકો. પરંતુ કહ્યું વિશ્વએ અમારી ખાદ્ય સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે. આ મામલે સમજૂતી થશે.
5  એટમી કરાર : સિવિલ ન્યૂક્લિયર સંધીને ધપાવવા ભારત તૈયાર છે. અવરોધ હોય કે ભવિષ્યમાં અવરોધનો ઉકેલ પણ શોધવામાં આવશે – મોદી.
6 જળ-વાયુ : પરિવર્તનના મુદ્દા પર સહયોગ અને સહમતી વધારવા બંને દેશ મંત્રણા ચાલુ રાખશે. ઇબોલાને રોકવા ભારત અમેરિકાને રૂ. 61 કરોડ આપશે.

લેખના પાંચ મુદ્દા

– હાલનો વેપાર, વાણિજ્ય, નિપુણતા અને વિજ્ઞાન બંને દેશોને જોડે છે.
– આતંકવાદ સામે સાથે મળીને લડીશું. જેથી દેશ લોકોને બચાવી શકાય.
– દુનિયાને હથિયારમુક્ત બનાવવા, પરમાણુ શસ્ત્રો ઓછા કરવા પ્રતિબદ્ધ.
– ભારત માટે બંને દેશો સુરક્ષા પરિષદમાં સુધાર માટે સહયોગ કરશે
– પ્રદૂષણ ઓછું થાય તે માટે અમેરિકાનું પરમાણુ વિજળી ટેકનોલોજીની ખાતરી.